જુદી હતી. હું મીત્રોના ફોન પરથી મારા ઘરે ફોન કરી શકું તે માટે પ્રી-પેઈડ કાર્ડ કાયમ રાખતો. મારાં પુસ્તકોનાં વેચાણમાંથી મળેલા ડૉલર મોજથી ખર્ચતો. પુરસ્કારમાં મળતો એક પણ ડૉલર મારા ઘરમાં પ્રવેશ પામ્યો નથી. હજારો ડૉલર્સ મીત્રો સીધા જ ત્યાંથી કોઈ આદીવાસી સેવાસંસ્થાને મોકલી આપતા. એ કામ મીત્ર પોપટભાઈ સાવલા કરતા અને તેનો હીસાબ પણ રાખતા. ભગવાનની કૃપાથી મારી આર્થીક સ્થીતી એવી હતી કે અન્યની ઉદારતા પ્રત્યે ઉદારભાવ થાય. બરાબર યાદ છે, હું પ્રથમ વાર લોસ એંજલ્સ જઈ રહ્યો હતો. ડૉ. વીક્રમ વકીલ મારા યજમાન(Host) હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા. એમની ભદ્રતા મને ગમી ગયેલી. એરપોર્ટની બહાર આવ્યા ત્યાં એમની સાથે જ આવેલા વલ્લભભાઈ ભક્તને બતાવીને બોલ્યા : “ગુણવન્તભાઈ, આજનો દીવસ તમારે મારા આ મીત્ર વલ્લભભાઈને ત્યાં રહેવાનું છે. કાલે હું તમને લેવા આવીશ. આટલું સાંભળીને હું તો નીરાશ થઈ ગયો ! આવા
કે અમારું કુટુંબ આખું ખાદીધારી હતું. મેં એને પછી મુક્ત કરી અને કહ્યું કે ફરજીયાતપણે કશું થાય એ યોગ્ય નથી. એને પીયરથી કરકસરના સંસ્કાર મળ્યા ન હતા; પરંતુ મારી સાથે રહીને કરકસર કરવાની ટેવ એણે શરુઆતથી જ પાડી હતી. હું પાછળથી સ્વૈચ્છીક નીવૃત્તી લઈ શક્યો તેમાં મદદરુપ થયેલું એક કારણ, અવંતીકાએ દૃષ્ટીપુર્વક કરેલી બચત પણ હતું. હું ખોટો ખર્ચ કરી ન શકું; પરંતુ ખરો ખર્ચ જરુર કરું. એક વાર તો ઘરના હીસાબમાં એક રુપીયાની ભુલ રહી ગઈ, તેથી બાએ આખી રાત માથાકુટ કરી