માસીસાસુ, મામીસાસુ, કાકીસાસુ, ફોઈસાસુ જેવા શબ્દો આવે છે. એના જીવનમાં પીયર નેપથ્યમાં રહી જાય પછી સસરા, કાકાસસરા, ફુઆસસરા અને મામાસસરા ઉપરાંત નણદોઈ જેવા વીચીત્ર શબ્દો પણ ઉમેરાય છે. યાદ રહે કે સીતાને પણ શાન્તા નામની નણંદ હતી, જે મુની ત્રષ્યશૃંગને પરણી હતી. %્ષ્યશૃંગ સીતાના નણદોઈ (નનાન્દુ:) હતા. આ વાત મહાકવી ભવભુતીએ “ઉત્તરામચરીત્ર'માં ઉલ્લેખી છે. ગુજરાતણના શબ્દકોશમાં સૌથી પ્રીય શબ્દ “પતી' છે. પતી શાણો અને સમજુ હોય તો પત્નીનો જીવનસાથી યાને પાર્ટનર બની રહે છે. બહુ ઓછી સ્ત્રીઓ હૃદયને છેતર્યા વગર ગરબામાં ગાઈ શકે : “મૈં તો ભુલ ચલી બાબુલકા દેશ, પીયાકા ઘર પ્યારા લગે.'

જ્યાં દહેજની ગંદી ગણતરી હોય ત્યાં સ્વચ્છ પ્રેમ ટકી ન શકે. આ બાબતે ચરોતરનું “સમૃદ્ધ પછાતપણું' ખટકે તેવું છે. ગ્રીનકાર્ડથી ખરડાયેલાં લગ્નો ઘણુંખરું દહેજની ગંદકી ધરાવનારાં હોય છે. ડુસકાં ખાનગીમાં અને શરણાઈવાદન


13 of 147

જાજરમાન છે, ત્યારે તાપી નમણી છે.' સરેરાશ ગુજરાતી ગૃહીણી જાજરમાન વધારે અને નમણી ઓછી ! ગઈ કાલ સુધી ગુજરાતી સ્ત્રી ફીગરની કે વાઈટલ સ્ટેટીસ્ટીકની પરવા કરતી ન હતી. હવે એની કમ્મરનો ઘેરાવો ધીરે ધીરે ઘટતો જાય છે. વાલ્મીકીના શબ્દપ્રયોગો કરીએ તો કહી શકાય કે ગુજરાતી કન્યા હજી “તનુમધ્યા' (પાતળી કમ્મરવાળી) બની નથી. સીતાની સુંદરતાનું વર્ણન કરતી વેળાએ વાલ્મીકીએ પ્રયોજેલો બીજો શબ્દ “વરોરાહા' (સુંદર નીતમ્બવાળી) છે. શરીરની જાળવણી વધતી જશે, તેમ તેમ એ સીતા જેવી '“તનુમધ્યા'


13 of 244