છતાં; ત્રીજા વીશ્વના દેશોમાં ગરીબી, ભુખમરો, નીરક્ષરતા અને રોગ દુર થતાં નથી. દુનીયાની માત્ર છ ટકા વસતી ધરાવનાર અમેરીકા કુલ વૈશ્વીક ઉર્જાના છત્રીસ ટકા વાપરી ખાય છે. સામ્રાજ્યવાદી શોષણને હવે રાજકીય સામ્રાજ્યની જરુર નથી; કોકા કોલા જેવી મલ્ટીનેશનલ પેઢીઓ જ પુરતી છે. ગરીબ દેશો અમેરીકાને રવાડે ચડે છે અને ખુવાર થાય છે. માણસનાં અરમાન ઓછાં નથી અને એની સમસ્યાઓ પણ અપાર છે.
NRI મીત્રોને:
અમેરીકા વારંવાર જવાનું થયું. કેટલાં ઘરોની રસોઈ જમ્યો ? કેટલાં ઘરોનું પાણી પીધું? કેટલાં ઘરોના બાથરુમ્સમાં સ્નાન કર્યું? કેટલા યજમાને પ્રેમથી રાખ્યો? લગભગ બધાં રાજ્યોમાં ફર્યો. કેટલાંક ઘર તો મને મન્દીર જેટલાં પવીત્ર જણાયાં! સંસ્કૃતમાં મન્દીર એટલે જ ઘર ! એન.આર.આઈ. મીત્રો અતી સ્નેહાળ અને ક્યારેક અતી શ્રદ્ધાળુ જણાયા. કેટલાક દેશી મહેમાનો એમને લાગણીમાં તાણીને છેતરે પણ છે. એ સૌમાં સાહીત્યકારો મોખરે છે. મારી ટેવ
શરીરનાં બે ફાડચાં ચીરાતાં હોય ત્યારે જરાસંઘને થાય એવી પીડાકારક બનતી. બા સંભળાવતી : “તમે લોકો કશું બચાવતાં નથી.' વાસ્તવીક્તા સાવ જુદી હતી. જે કંઈ બચે તે અમે બાને આપી દેતાં. પરંતુ પછી પાંચસો રુપીયાની ખાસ જરુર પડે ત્યારે બા ઉપદેશ આપતી. હું મંબઈથી સુરતની ફ્લાઈંગ રાણીમાં બેસું અને પાંચ-છ કલાકે ઘરે પહોંચું તો વચ્ચે એક પણ પૈસો ન ખરચું. કૉલેજનાં ચાર વર્ષ દરમીયાન એક પણ વાર કૅન્ટીનમાં ગયાનું મને યાદ નથી. અવંતીકા લગ્ન પછીનાં વર્ષોમાં આઠેક વર્ષ સુધી ખાદી પહેરતી; કારણ