આઈઝનહોવર લુહારના દીકરા હતા. જાણીતી ફાઈવ-સ્ટાર હૉટલોની આંતરરાષ્ટ્રીય ચેઈન “હીલ્ટન હૉટલ'નો માલીક સાવ સામાન્ય કક્ષાએથી શરુ કરીને પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલો. હીલ્ટન હૉટલોમાં દરેક રુમમાં એની આત્મકથા રાખેલી હોય છે; ગ્રાહકોને મફત લઈ જવાની છુટ સાથે. પ્રમુખ ટુમેન ખેડુતનો દીકરો હતો. પ્રમુખ જોન્સન ખેડુતનો દીકરો હતો અને એક જમાનામાં એમણે વાળંદની દુકાનમાં નોકરી કરેલી. આમ, અમેરીકન મુડીવાદ સમાજવાદનો સાવકો ભાઈ છે; શત્રુ નથી.

દુનીયા નાની થતી જાય છે અને માણસો નજીક આવતા જાય છે. ભૌગોલીક રીતે જુદા રહેનારાઓ પણ ઈલેક્ટ્રોનીક્સને કારણે એક થઈ રહ્યા છે. ટેલીફોન, ટીવી, રેડીયો, વીડીયો અને ઈન્ટરનેટ દ્વારા માણસો નજીક આવી રહ્યા છે. જીન્સનાં જાડાં ખરબચડાં અને થીંગડાંવાળાં પાટલુનો જગતભરના માલદાર તથા ગરીબ યુવકયુવતીઓને એકસુત્રે બાંધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય યુવાસંસ્કૃતીનો ઉદય થઈ રહ્યો છે. અને


128 of 147

તે ઉપરાંત ખેતીની આવક હતી. આ અંગે બાએ મને એક મૌલીક વાત કરેલી તે યાદ આવે છે. બાએ કહેલું : ગુણુ ! આ દેશમાં માત્ર નસીબદાર માણસો જ આવકવેરો ભરે છે. આવક છે તો આવકવેરો છે ને ? કેટલાય ગરીબો આવકવેરો ભરવો પડે તેટલું કમાવા આતુર છે; પણ એમના નસીબમાં આવકવેરો ભરવાનું ક્યાંથી ? બાની વાતમાં દમ હતો.

બા કાયમ એમ જ માનતી કે મને પૈસા બચાવતાં આવડતું નથી અને અવંતીકાને ખર્ચ કરવાની સુઝ નથી. આ વાતે સાસુ-વહુ વચ્ચે સાવ નકામી બાબતે ઝઘડા થતા. મારી સ્થીતી


128 of 244