“હું તમને મદદ કરી શકું?' - કહી સહાય કરે; સામાવાળાની વાત સાથે અસમ્મત થાય તોય મોં નહીં બગાડે; પરદેશીને પ્રેમથી જમાડે અને ફેરવે. મારો મીત્ર કીમ સીબલી હાલ ઓહાયો યુનીવર્સીટીમાં છે. એન આર્બરમાં એને ત્યાં જમવા ગયેલો ત્યારે એણે કનૈયાલાલ મુનશીની “તપસ્વીની' નવલકથાનો અંગ્રેજી અનુવાદ વાંચવા આપેલો. એ અનુવાદ શ્રી એચ. એમ. પટેલે કર્યો હતો. કીમની દીકરીનું નામ છે આનંદી. કીમને હીન્દી આવડે છે અને એને ભારતમાં ખુબ રસ છે. અમુક કામ કરવાને કારણે કોઈ માણસ ઉંચો કે નીચો બનતો નથી. પુરુષાર્થથી તદ્દન છેવાડેનો માનવી પણ ટોચ સુધી પહોંચી શકે છે એવાં અનેક ઉદાહરણો છે. પ્રમુખ લીંકનનો જન્મ લાકડાની કોટડીમાં થયેલો અને એનું બાળપણ લાકડાં ફાડવામાં અને ગામેગામ ભટકવામાં વીતેલું. બેન્જામીન ફ્રેન્ક્લીન ફેરીયો હતો. થોમસ જેફરસન બીબાં બનાવતો હતો. પ્રમુખ જ્હોન એડમ્સ ખેડુતનો દીકરો હતો. હર્બર્ટ હુવર અને પ્રમુખ


127 of 147

કુશીક્ષણ મળેલું તે ઓછું હોય તેમ બાએ એમાં સાત્ત્વીક પાપગ્રંથીનો ઉમેરો કર્યો. બાનું વળગણ (ઓબ્સેશન) મને જીવનભર નડ્યું; હજી આજે પણ નડે છે. બાનો એમાં ખાસ વાંક ન હતો. એ દીવસોમાં લંગોટમુલક બ્રહ્મચર્યના ગાંધીવાદી અતીરેકોને પ્રતીષ્ઠા મળેલી એમ કહી શકાય.

પૈસાનો મોહ બા છેવટ સુધી ન છોડી શકી. વગર નોટીસે અને વગર કારણે બા ઈન્કમટેક્સની ઓફીસે જતી અને આવકવેરો લેવાય તેવું કરતી. મારો આવકવેરો તો મારા પગારમાંથી જ કપાઈ જતો હતો અને બાનું પેન્શન વધતું વધતું બસો રુપીયા સુધી પહોંચેલું.


127 of 244