માટે કદાચ દુધ નહીં હોય. અંધારું પ્રગાઢ છે; પરન્તુ એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં દુધની વાટકી લઈને એ અજાણી પાડોશણને દરવાજે જઈ હળવા ટકોરા મારે છે. દરવાજો ખુલે છે અને નવજાત શીશુની માતા ગળગળી થઈને કહે છે : “આપણે અજવાળામાં ન મળી શક્યા; અધારામાં તો મળ્યાં! ન્યુ યૉર્કમાં આવો અંધારપટ છવાયો ત્યારે બીજો પ્રસંગ પણ બનેલો. એક આંધળી સ્ત્રી ફળીયામાં ચાલતી લુંટફાટ વચ્ચે સૌને મીણબત્તીઓ વહેંચતી રહી હતી અને કહેતી હતી : “મારે આ મીણબત્તીઓની જરુર નથી.'
મોટાઈના અણસાર વગર સામી વ્યક્તીનું અભીવાદન કરવાનું, અજાણ્યાનો કોઈક રીતે ભેટો થાય પછી તેને આત્મીય ગણવાનું અને સામેની વ્યક્તીતાને માન આપવાનું અમેરીકનોને ગમે છે. એમની નીખાલસતા અને ઋજુતા આપણને સ્પર્શે જ. અમેરીકા વીસ્તારમાં મોટો હોવા છતાં વસ્તારી ન ગણાય. વીસ્તારના પ્રમાણમાં વસતી ઘણી ઓછી. અહીંની પ્રજા અજાણ્યાને સ્મીત કરી બોલાવે; ફાંફાં મારનારને
આપતી. એક દીવસ હું અમથો બેઠો બેઠો કશુંક વાંચતો હતો. બા ગંભીર વદને હાથમાં મારો ધોવા નાખેલો પાયજામો લઈને આવી અને બટન આગળ વળગેલા સ્વપ્નદોષના સંકેતને બતાવીને કહે : “આવું કેમ થાય ?' હું તો ડઘાઈ જ ગયો. જે વસ્તુ સાવ સહજ અને સાર્વત્રિક હતી, તેને બાએ પાપયુક્ત બનાવી દીધી. કુમાર અવસ્થામાં થયેલી આવી અનેક સાત્ત્વીક પજવણીને કારણે હજી આજે પણ હું એકાંતમાં અન્ય કોઈ સ્ત્રીને સહજપણે એટલે કે સભાન બન્યા વગર મળી શક્તો નથી. ફળીયામાં પાલીફોઈની ઓટલી પર ગોઠીયાઓ તરફથી જે