આજે તો એ વીશાળ ઉપખંડ તથા તેની એકંદરે સમૃદ્ધ અને ખુલ્લા મનની પ્રજાને જોઈને જરુર થાય કે કોલમ્બસની મથામણ એળે નથી ગઈ. અહીં એક બીજી લાગણી પણ સાથે જ નોંધી લેવી ઘટે. ત્યાંના સમાજમાં આપણને કંઈક અડવું અડવું પણ લાગે. ડેવીડ રીસમેને એક મઝાનું પુસ્તક લખ્યું. જેનું નામ છે : “ધ લોન્લી ક્રાઉડ'(એકલવાયું ટોળું)) આ પુસ્તકમાં અમેરીકન સમાજના કેટલાક વીશીષ્ટ પ્રશ્નોની સમાજશાસ્ત્રીય છણાવટ થઈ છે. આજે મહાનગરોની ભરચક વસ્તીમાં માણસ સાવ એકલો છે. રમેશ પારેખ કહે છે તેમ : “પોતાની કડકડતી એકલતા લઈ, સૌ બેઠા છે ટોળાને તાપણે.' થોડો વખત પણ ત્યાં રહેનારને આવો અનુભવ થયા વીના રહેતો નથી.
ન્યુ યૉર્કમાં વર્ષો પહેલાં વીજળીનો પ્રવાહ ખોટકાયો ત્યારે બનેલો પ્રસંગ છે. બહુમાળી મકાનના કોઈ મજલા પર રહેતા પાડોશીઓ એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. અચાનક ગૃહીણીને ખ્યાલ આવે છે કે પડોશણને ત્યાં નવજાત શીશુ
કહી શકું કે બા જેવી સંનીષ્ઠ આચાર્યા અને શીક્ષીકા મને જોવા મળી નથી. શીક્ષીકાઓ આદરપુર્વક બાને “મોટા બહેન' કહેતી. કેટલીક યુવાન પરીણીત સ્ત્રીઓ બાને ગુરુભાવે જોતી અને બા કહે તેમ કરતી. બા એમની અંગત બાબતોમાં વધારે પડતો ઉંડો રસ લઈને માર્ગદર્શન આપતી. ક્યારેક મને થોડી વાતો અલપઝલપ સંભળાતી. નીરપવાદપણે બાના કાઉન્સેલીંગના કેન્દ્રમાં સેક્સની માની લીધેલી સમસ્યાઓ જ રહેતી. બાને આવી બાબતોમાં સ્વ-નીયુક્ત કાઉન્સેલર બનવાની હોંશ રહેતી. સાસુ-વહુના ઝઘડાઓ પણ બા પાસે આવતા. બા વચલો રસ્તો કાઢી