ચાલ્યા વગર હવે છુટકો નથી. શ્રીવરે કહેલું કે : “ભુખમરો એશીયાનો પ્રશ્ન છે, નીરક્ષરતા લેટીન અમેરીકાનો પ્રશ્ન છે અને ગરીબી આફ્રીકાનો પ્રશ્ન છે એવું કહી શકાય તેમ નથી. હકીકતમાં એ “આપણા પ્રશ્નો છે; કારણ કે તે માણસના પ્રશ્નો છે.' ભુમીતી અને ગણીતના કોયડાઓ કોઈ એક રાષ્ટ્રના ન હો હોઈ શકે. વીજ્ઞાનના નીયમો કોઈ એક ભુખંડના ન હોઈ શકે. સાપેક્ષતાનું સમીકરણ “E = MC2' કોઈ એક દેશનું જ હોઈ શકે? બળાત્કાર કોઈ એક દેશની સમસ્યા નથી. બધી જ પાયાની સમસ્યા મુળે માનવીય સમસ્યાઓ છે. પાયાની સમસ્યાઓના ઉકેલ સાવ છાપરીયા ન હોઈ શકે.
એકંદરે અમેરીકન પ્રજા ઘણી ઉમદા પ્રજા છે. સ્વભાવે જ એ લોકશાહી અને માનવ-સ્વાતંત્ર્યમાં શ્રદ્ધા રાખનારી છે. સામાન્ય અમેરીકન બીજાને મદદ કરવા તત્પર હોય છે. નીખાલસતા એની સંસ્કારમુડી છે. અમેરીકન સમાજનો સ્થાયીભાવ છે : “મુક્ત હરીફાઈ.' એને એ લોકો સફળતાની ચાવી ગણે છે.
પ્રગટ કરતી વખતે થતી હોય છે.
બા પ્રાથમીક કન્યાશાળાની આચાર્યા હતી. બાનો બધો જ પ્રયત્ન પોતાની શાળાને આદર્શ શાળા બનાવવાનો હતો. શીક્ષીકા તરીકે બાનો પ્રભાવ ગામમાં એવો હતો કે અમારે ઘરે ઘણા મહાનુભાવો આવતા. કીશોરલાલ મશરુવાળાના ગુરુ કેદારનાથજી, ગુરુદયાલ મલ્લીક, પંડીત લાલન, તારાબહેન મોડક, ગાંધીજીના અંતેવાસી ભણસાલી, મહાદેવ દેસાઈ, પ્રો. સી. એન. વકીલ જેવા અનેક મહાનુભાવો ઘરે આવેલા. પંડીત લાલને બાને ભેટ તરીકે આપેલી ચાંદીની સાંકળી હજી અવંતીકાએ સાચવી રાખી છે. આજે પણ હું