રહે ? અને “ગાંધી' ફીલ્મ જોઈને અમેરીકન સ્ત્રીપુરષોની આંખમાં આંસુ શા માટે આવે ?
જો એમ ન હોત, તો પસ્તી ખરીદનારો આપણને ત્રાજવાનો કસબ બતાવે તે જ રીતે, વૉશીંગ્ટનનો પેલો મીઠાબોલો દુકાનદાર બે વરસની ગૅરંટી સાથે બાર ડૉલરમાં જે ઘડીયાળ આપણને વળગાડે તેને બે મહીનામાં જ હાર્ટ એટેક કેમ આવે ?
જો એમ ન હોત, તો માર્ટીન લ્યુથર કીંગનો રંગભેદ સામેનો અહીંસક સત્યાગ્રહ સફળ થાય ખરો ? ટુંકમાં, એમ લાગ્યા વીના રહેતું નથી કે દેશપરદેશના સેઢા-સીમાડા ભુલી જઈએ તો અડધો જંગ જીતી ગયા જાણવો. ડૉ. ફાર્મર કહેલી મજાક યાદ આવે છે. તેમણે કોઈ અમેરીકનને પુછ્યું, “તું તારી જાતને અમેરીકન કેમ ગણે છે ? પેલાએ જવાબ વાળ્યો, “હું અમેરીકામાં જનમ્યો છું માટે.' ડૉ ફાર્મર તરત સામે પુછ્યું : “બીલાડીનાં બચ્ચાં ઓવન માં જન્મે, તો તેને બીસ્કીટ કહેવાય કે ?'
પરીસ્થીતી જ એવી સર્જાતી જાય છે કે આખી માણસજાતને એક માનીને
એટલા દેવ કર્યા ને
જઈ ચઢાવ્યા હાર
પારવતી પરસન થયા ત્યારે
ઘોડિયા બાંધ્યા ઘેર
બા વીશે લખતી વખતે હું મુંઝારો અનુભવી રહ્યો છું. કોઈ શીશુ પોતાની માતા વીશે તટસ્થભાવે લખી શકે? અત્યારે મારા મનમાં સાક્ષીભાવ અને માતૃભાવ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુએ વાત્સલ્યમુર્તી માતા છે અને બીજી બાજુ કલમની ખાનગી પ્રામાણીકતા છે. બા તરફથી થયેલી કેટલીક સાત્ત્વીક પજવણીઓની વાત રસ પડે તેવી છે. બાને અન્યાય ન થાય એ રીતે અહીં થોડીક વાતો કરવી છે. આત્મકથા લખનારની અગ્નીપરીક્ષા આવી નાજુક વાતો