સાથે પણ સંકળાયેલી છે. ખલીલ જીબ્રાને કહ્યું હતું તેમ, તમે ગીત ગાઓ તે ભુખ્યો માણસ પેટથી સાંભળે છે. પ્રામાણીકતાનાં ધોરણો પણ ગરીબી અને અમીરી સાથે સંકળાયેલાં છે. બાકી, માનવમન તો બધે જ સરખું. એટલે જ મોટા ભાગની આજની સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય છે. ભુખ અને ભડકા વગરના વીશ્વ માટેની આધારશીલા પણ આ જ છે ને!

માનવમન જો એક ન હોત તો આપણાં જાહેર પાયખાનાંઓમાં નજરે પડે તેવું, મનના મેલને વાચા આપતું ગંદું લખાણ, અમેરીકાનાં પાયખાનાંઓમાં પણ કેમ જોવા મળત?

જો એમ ન હોત, તો સોરઠનો કોઈ ગામડીયો મહોબતથી કોઈ અજાણ્યા આગંતુકને દુધ-રોટલાનું શીરામણ કરાવે, તેમ કોઈ અમેરીકન, અગાઉ પોતે કદીયે ન જોયેલા પરદેશીને મોટરમાં ફેરવવાની અને ઘરે રાખવાની તસ્દી શા માટે લે?

જો એમ ન હોત, તો ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે ગાંધીજીને ગોળી વાગી એ જાણી આંચકો અનુભવી પેલી અમેરીકન બાળકી, ભુખી શા માટે


122 of 147

એ ઘંટીએ દળતી ત્યારે પ્રભાતીયાં ગાતી એવું સ્મરણ છે. બા દક્ષીણામુર્તી ભાવનગરમાં બાળકોની “મુછાળી મા' ગણાતા શ્રી ગીજુભાઈ બધેકાની શીષ્યા હતી અને મોન્ટેસરી પદ્ધતીએ બાળકેળવણીની તાલીમ લઈ આવેલી. દક્ષીણામુર્તીના શ્રી નાનાભાઈ ભટ્ટ બાના ગુરુપદે હતા. આમ છતાં મને ક્યારેક શૈક્ષણીક મેથીપાક મળતો. આ બંને રાંદેરને ઘરે બે વખત આવેલા. બા ભજનો ગાતી ખરી; પરંતુ એના કંઠે વારંવાર જે પંક્તીઓ મેં સાંભળેલી તે આ હતી :

મહાદેવ જાઉં ઉતાવળી ને
જઈ ચઢાવું ફુલ
મહાદેવજી પરસન થયા ને
તમે આવ્યા અણમોલ
પથ્થર


122 of 244