પંખીના બચ્ચાને થાય એવો રોમાંચ અનુભવેલો. પાછા ફરતી વખતે માની મૃદુલ ગોદમાં લપાવા ઈચ્છતા જળકુકડીના બચ્ચાની ઝંખના પણ અનુભવેલી. પહેલા વીદેશપ્રવાસનો રોમહર્ષ જ કંઈ ઓર છે. મારો આ બીજો વીદેશપ્રવાસ હતો; પણ અમેરીકાની ધરતી પર પ્રથમ વાર પગ મુક્યાનો રોમાંચ હજી આજેયે યાદ છે. અમેરીકામાં જે કંઈ જોયું, જાણ્યું અને માણ્યું તે પરથી વીશ્વની સમસ્યાઓ અંગેની સમજ પણ વધુ ઉંડી બની. એવીયે પ્રતીતી થઈ કે ભારતનું તટસ્થ-દર્શન પણ ભારત બહારથી વધુ સારી રીતે થઈ શકે છે. પોતાની માતા કેવી છે તે જાણવા માટે પણ બાળકે માતાના ગર્ભની બહાર આવવું પડે છે

દુનીયામાં ગમે ત્યાં જાઓ, માનવની મર્યાદાઓનો તેમ જ માનવની સુજનતાનો પરચો બધે મળવાનો. જીવવાની ઢબ- છબમાં અને રીતરીવાજોમાં તફાવત દેખાય, તે ઉપરછલ્લો. પોપડો ઉખેડીને જોઈએ તો ઘણું બધું સરખું દેખાય. વળી કેટલીક વૃત્તીઓ દેશની આર્થીક અને સામાજીક પરીસ્થીતી


121 of 147

શીક્ષીકા તરીકે નોકરી મળી. છોકરી પાટીદાર અને પાણીદાર હતી. સન ૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ હાકલ કરેલી અને સરકારી નોકરોને નોકરી છોડવાનું આહવાન કરેલું. એ જ વર્ષે ગાંધીજી સરોજીની નાયડુ સાથે ઓલપાડ ગયેલા અને મોટી જાહેરસભામાં એમણે સ્વરાજ્યની લડત માટે હાજર રહેલી સ્ત્રીઓ પાસે સોનાનાં ઘરેણાંની માંગણી કરી. એ સભામાં ગયેલી પેલી પાટીદાર છોકરીએ પોતાની વીંટી બાપુને અર્પણ કરી દીધી. લગભગ સત્તર વર્ષ પછી એ છોકરી મારી બા બની ગઈ.

બાને મેં કદી સુરજ ઉગ્યા પછી પથારીમાંથી બેઠી થતી જોઈ નથી.


121 of 244