પણ પેપરડીશ આપીને ખાવાનો આગ્રહ કરનારી સ્ત્રી જોવા મળે, તો તે ગુજરાતણ હોવાની શક્યતા ઘણી વધારે છે.

સુખી ગુજરાતણ ક્યારેક વધારે પડતી આવકને પહોંચી વળવા માટે ખોટા ખર્ચા કરવામાં રાચતી થઈ છે. સાડીની ભવ્ય દુકાનોમાં વેપારી એના હાથમાં કોકાકોલાની બાટલી પકડાવી દઈને એની પર્સનું વજન હળવું કરી નાખે છે. ક્યારેક કોઈ કહેવાતા સાધુબાવા એને સહેલાઈથી છેતરી શકે છે. ભોળી ઉદારતા અને ભોટ મુર્ખતા વચ્ચેનો વીવેક ગુજરાતણો ખુબ સહેલાઈથી ગુમાવી બેસે છે. પ્રબુદ્ધ ગુજરાતી ગૃહીણી પાસે સારાં પુસ્તકો અને સારાં સામયીકો વાંચવાનો સમય હોય છે. ભોટ મુર્ખતા ધાર્મીક વેવલાવેડામાં રાચતી જણાય છે. ધીરે ધીરે અંધશ્રદ્ધા ઘટતી જશે અને યોગ તથા ધ્યાનનું પ્રમાણ વધતું જશે.

ગુજરાતી ગૃહીણીના શબ્દકોશમાં કેટલાક અગત્યના શબ્દો છે: દેરાણી, જેઠાણી, નણંદ, ભોજાઈ, માસી, કાકી, ફોઈ ઈત્યાદી. એના શબ્દકોશનો સૌથી સંકુલ શબ્દ “સાસુ' છે. પછીના નંબરે


12 of 147

ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છે. “તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.'

..-પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું; પરંતુ આપણું હસવાનું ઓછું થયું, તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં!

-“અનામી ચીંતક'

* ગરવી ગુજરાતણનું નવલું સ્વરૂપ *

વર્ષો પહેલાં એક સુજ્ઞ વાચકે પુછ્યું હતું: “નર્મદા અને તાપીમાં વધારે સુન્દર કોણ?' તત્ક્ષણ જવાબ જડ્યો તે હતો: “નર્મદા


12 of 244