છે.
સાજા હોવું એટલે શું ? શબ્દકોશમાં “સાજું' એટલે “તન્દુરસ્ત', “ભાંગેલું નહીં એવું' અને “આખું', એમ ત્રણ અર્થો આપવામાં આવ્યા છે. આમ સાજા હોવાનો સમ્બન્ધ કેવળ શારીરીક તન્દુરસ્તી સાથે નથી; પણ આપણા સમગ્ર (અખીલ) અસ્તીત્વની તન્દુરસ્તી સાથે છે. તાજા હોવું એટલે મનથી સ્ફુર્તીવાળા હોવું. સ્વસ્થ હોવું એટલે માંહ્યલાના મીત્ર હોવું. જીવન સાજું, તાજું અને સ્વસ્થ હોય તો જ સુખ ટકી શકે. ખરી ભુખે ખાવું, તરસ લાગે ત્યારે પાણી પીવું અને થાક લાગે ત્યારે ઉંઘી જવું ! શું સાવ સહજપણે આ ત્રણે બાબતો પાળવામાં કોઈ કષ્ટ પહોંચે ખરું? ખાટલામાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી કણસવાનું કષ્ટ ટાળવા માટે પણ આરોગ્યને એક વાર અવસર આપવો સારો.
આરોગ્યની ચાવી મને જડી છે. સાવ ટુંકમાં તે અહીં પ્રસ્તુત છે :
રોજ ચાલવાનું રાખો.
પરસેવો વળે ત્યાં સુધી ચાલો.
શરુઆતમાં સુગર બળે છે
અને પછી ચરબી બળે છે.
જે બળ્યું તે ફળ્યું !
“ચલના જીવન કા
નાદાનીયત. માનવજાતનું ઘડપણ સ્વસ્થ બને તો યુદ્ધ ટળે. એવું બને તો પ્રત્યેક ઘરમાં દાદાદાદીની પ્રસન્નતા ફરી વળે. પ્રસન્ન વડીલ હોવું એ જેવી તેવી સમ્પ્રાપ્તી નથી.
પાઘડીનો વળ છેડે
બાળક મોટું થઈને ધુમ્રપાન કરશે કે નહીં ? આ પ્રશ્નનો જવાબ માબાપ ધુમ્રપાન કરે છે કે નહીં તેના પર ઓછો આધાર રાખે છે; પરન્તુ તેના મીત્રો ધુમ્રપાન કરે છે કે નહીં તેના પર વધારે રાખે છે. એક પુસ્તક પ્રગટ થયું છે : "The Nature Assumption” એની લેખીકા જ્યુડીથ રીચ હેરીસ ભાર મુકીને કહે છે કે બાળકના