સાબીતી રોગ છે અને બીજી સાબીતી આરોગ્ય છે. ડૉક્ટરો ક્યારેક તાણમાં રહેતા હોય છે. જોખમકારક ઓપરેશન કરતી વખતે ડૉક્ટર ખાસી તાણમાં હોય છે. ડૉક્ટર માટે તે પ્રોફેશનલ હેઝાર્ડ (વ્યાવસાયીક જોખમ) ગણાય. આપણું મન કદાચ વાજબી તાણ સહન કરવા સક્ષમ હોય છે. માણસનું શરીર એના માલીકની નાની ભુલો માફ કરવા જેટલું ઉદાર હોય છે. જે માણસ ડૉક્ટર ન હોય તે વધારે તો શું લખી શકે ? આજના સુખી માણસને રોગ તરફ ધકેલનારી ઘટનાને “પાર્ટી' કહે છે. બાબાની વર્ષગાંઠ હોય કે લગ્નતીથી હોય, લોકો પાર્ટી ગોઠવવા આતુર હોય છે. આનંદ વહેંચવો એ એક વાત છે અને દેખાડો કરવો એ બીજી વાત છે. લગ્નના રીસેપ્શનમાં વાનગીઓની લાઈન લાગી જાય છે. માણસનો રહ્યોસહ્યો સંયમ પણ તુટી પડે છે. પાર્ટીમાં ખાધા પછી બીજે દીવસે પેટ બગડે છે. જેનું પેટ બગડે તેનો દીવસ બગડે છે. આવા કેટલાય બગડેલા દીવસો ભેગા થાય ત્યારે જીવન બગડે
કરેલું હોય છે.
આજની દુનીયામાં બે શબ્દો કાને અથડાતા જ રહે છે : સૉફ્ટવેર અને હાર્ડવેર. જીવનમાં હાર્ડવેરની બોલબાલા વધી પડે ત્યારે ઘણી સમસ્યાઓ સર્જાય છે. જીવનને રળીયામણું બનાવવા માટે સૉફ્ટવેર અને હાર્ડવેર ઉપરાંત ત્રીજા શબ્દની જરુર પડે છે : “લવવેર'. લાખો વર્ષો પર માનવજીવનની શરુઆત થઈ; તોય હજી માનવજાત બડી નાદાન રહી જવા પામી છે. નાદાનીયતનો સીધોસાદો અર્થ એ જ કે પ્રેમ એટલે શું, તે ન સમજવું. આવી નાદાનીયતને કારણે જ યુદ્ધ ટક્યું છે. યુદ્ધ એટલે ઉમ્મરલાયક માનવજાતની