માટે ઉપકારક છે. ખાંડ-મીઠું-તેલ-મરચું પેટમાં જેટલાં ઓછાં પધરાવીએ તેટલો લાભ છે. તેલના ભાવ વધે તેમાં સમાજને લાભજ છે. આરોગ્યને એક અવસર આપવાની જરુર છે. ઘણા લોકો ખાઈ ખાઈને મરે છે, ઘણા પી-પીને મરે છે. ઘણા કમાઈ-કમાઈને મરે છે. લોકો વાતવાતમાં એ પ્રતીકારને “રેઝીસ્ટન્સ' કહે છે. આરોગ્યની સંકલ્પના વીશાળ છે અને તેમાં રેઝીસ્ટન્સ એક અતીમહત્ત્વનો અંશ છે. રેઝીસ્ટન્સ ખુટી પડે ત્યારે કોઈ પણ રોગ આપણા પર તુટી પડવા આતુર હોય છે. એમાં કોઈ પસંદગી નથી હોતી.

ડૉક્ટર ન હોય છતાંય સ્વસ્થ માણસને કેટલાક એવાં સત્યો જડે છે, જેનો સ્વીકાર મેડીકલ સાયન્સ પણ કરે છે. ધ્યાન પણ આરોગ્ય માટે ઉપકારક છે, એવું હવે સ્વીકારાય છે. અદેખાઈ કરનારને એસીડીટી થવાનો સંભવ વધારે રહે છે. ચપળતા સારી; પણ બીનજરુરી ઉતાવળ અને હાયવોય રોગની આમન્ત્રણપત્રીકા બની રહે છે. મન અને શરીર વચ્ચેની પરસ્પરતાની એક


117 of 147

પણ તગડી બચત કરવી જોઈએ. બધી જ બચત સંતાનોને સમર્પી દેવાની ઉતાવળ કરવાની બીલકુલ જરુર નથી. પાછલી માંદગી વખતે રુપીયા તૈયાર રાખનાર વૃદ્ધ આદરણીય છે. સંતાનોને પણ આવાં વડીલો ગમે છે. ડોસાડોસી તો ઘણાં હોય છે; પરન્તુ દાદાદાદી ઓછાં હોય છે. ડોસાડોસી બનવા માટે બે બાબતો જરુરી હોય છે. દરેક વાતે ટકટક કરવાની ટેવ સંતાનોને દુશ્મન બનાવે છે. વળી પ્રત્યેક મુદ્દા પર અભીપ્રાય કે સલાહ આપવાની કુટેવ ઘણા વૃદ્ધોને હોય છે. તેઓએ પાછલી ઉમ્મરની ઉપેક્ષા વેઠવા માટે જુવાનીમાં જ મુડીરોકાણ


117 of 244