ખોટું કામ કરતી વખતે પણ માંહ્મલાના અણસારા મળે છે. પ્રકૃતીના આવા સુક્ષ્મ અણસારા, એ તો માંહ્યલાએ મોકલેલા અણસારા ગણાય. આવા અણસારાની અવગણના કરવી એ પણ એક પ્રકારની “નાસ્તીકતા' ગણાય. “તબીયત સારી છે' એમ કહેનાર વાસ્તવમાં કહી રહ્યો હોય છે કે : 'ભગવાનની કૃપાથી તન, મન અને માંહ્યલાને શાન્તી છે.”
જાગી ગયેલા માણસને જે સમજાય છે, તે ક્યારેક દાક્તરને પણ નથી સમજાતું. આપણી છાતીમાં મુકવામાં આવેલા બે ફુગ્ગાને ફેફસાં કહે છે. ઉંડા શ્વાસ દ્વારા એ ફુગ્ગા ખાસા ફુલે તેવું વારંવાર બનવું જોઈએ. ખરી ભુખે ખાવાની ટેવ પડે તો, સ્વાદનું સૌન્દર્ય જામે. દીવસમાં એક વાર તો પરસેવો વળે તેવો શ્રમ શરીરને મળવો જ જોઈએ. એ માટે કસરત અનીવાર્ય છે. ચાલવાની કસરત પણ કેવળ શારીરીક કર્મકાંડ શા માટે બને? સવારે માણસ ચાલવા નીકળે ત્યારે દેવદુતો એના કાનમાં સારા સારા વીચારો કહી જાય છે. માફકસરની સેક્સ તન્દુરસ્તી
ખતમ કરવાની પેરવી જ કરી છે. ઘડપણને આનંદથી મઢી દેવામાં સફળ થવું એ ભગવાનને ચેલેન્જ આપવા બરાબર છે. કદાચ ભગવાનને પણ ચેલેન્જ આપનારો આદમી ગમતો હોય છે.
ઘડપણનો સૌથી પ્રીય શબ્દ “પૅન્શન' છે. ઘડપણનો સૌથી અપ્રીય શબ્દ “કંટાળો' છે. કંટાળો એટલે જ ઘડપણ. જીવનની અર્થશુન્યતાનો હાહાકાર કંટાળા થકી પ્રગટ થાય છે. હોવા છતાં નહીં હોવા બરાબર થઈ જવાની અવસ્થા વીકરાળ છે. એની સામે લડવાની તૈયારી યુવાની ખતમ થાય તે પહેલાં જ થઈ જવી જોઈએ.
યુવાનીમાં પેટે પાટા બાંધીને