નથી હોતો. આરોગ્યને આવી અખીલાઈપુર્વક જોવાની કળા વીકસે તો સ્વસ્થ રહેવાનું શક્ય બને. સ્વસ્થ હોવા સાથે સ્વાસ્થ્યનો આવો ગાઢ સમ્બન્ધ છે. “સ્વાસ્થ્ય' માટે અંગ્રેજીમાં યોજાતો 'હેલ્થ' શબ્દ સાવ અધુરો છે. સ્વાસ્થ્યનો સમ્બન્ધ તન, મન અને માંહ્યલા સાથે રહેલો છે. આપણું શરીર રોજ રોજ સતત આપણને કશુંક કહેતું જ રહે છે. થોડોક સમય વીતે એટલે મોટું આંતરડું કશુંય બોલ્યા વગર શાંત અણસારા મોકલીને કહે છે : “હવે તું બધાં કામો પડતાં મુકીને, સંડાસ તરફ ચાલવા માંડ.' ઘણા લોકો એ અણસારાનો અનાદર કરીને કામમાં રોકાયેલા રહે છે. આમ કરવું એ મોટા આંતરડાનું અપમાન છે. આ જ રીતે આપણને તરસના, ભુખના, થાકના, અપચાના, માથાના દુખાવાના અને પેટ ભારે હોવાના અણસારા મળે છે. એ અણસારા જો આપણને શબ્દોના માધ્યમથી કે કમ્પ્યુટર દ્વારા મળ્યા હોત તો આપણી સમજમાં ઝટ આવી જાત. પ્રકૃતીના અણસારા સાવ બોલકણા નથી હોતા. એ જ રીતે કોઈ
સંતાનો પણ અમેરીકામાં જોવા મળે છે.
પૅન્શનમાં પચીસ રુપીયાનો વધારો થાય ત્યારે વૃદ્ધને હરખ થાય છે. કોઈ પણ શહેરના કોઈ પણ બાગમાં એક એવી જગ્યા હોય છે, જ્યાં થોડાક વૃદ્ધો ગપ્પાં મારતાં બેઠા હોય છે. એ જગ્યાએ થતી વાતચીત કાન દઈને સાંભળવા જેવી હોય છે. સુખી પૅન્શનરોની ભાષા જુદી પડી આવે છે. દુ:ખી પૅન્શનરોના નીસાસા પણ નોખા તરી આવે છે. ઘડપણનું સર્જન કરીને ભગવાને એટલું તો સાબીત કરી આપ્યું છે કે એ પોતે થોડોક સેડીસ્ટ છે. યૌવન અને મૃત્યુ વચ્ચે ઘડપણ મુકીને એણે જીવનના આનંદને