શબ્દ પ્રયોજે છે. પ્રત્યેક માણસ પોતાની આગવી “પ્રકૃતી' લઈને જનમ્યો છે. “પ્રકૃતી' કેવળ શારીરીક નથી હોતી; એ માનસીક અને આધ્યાત્મીક પણ હોય છે. માણસ પોતાની “પ્રકૃતી'ને પામી જાય તો અડધા રોગો આપોઆપ ટળી જાય, ક્રોધી પ્રકૃતીનો માણસ રોગને આમન્ત્રણ આપતો હોય છે. અશાંત પ્રકૃતીનો માણસ બ્લડપ્રેશરને નોતરતો હોય છે. જુઠું બોલનારને ખબર પણ નથી પડતી કે પ્રત્યેક જુઠ એના મનો-આધ્યાત્મીક લયને ખોરવે છે. રોગ એટલે જ લયનું ખોરવાવું. આમલોકો જેને “તબીયત' કહે છે, તે માત્ર શારીરીક બાબત નથી. શરીર, મન અને આત્મા(માંહ્યલો) વચ્ચે અતુટ સમ્બન્ધ રહેલો છે. કોઈ માણસ ખુન કર્યા પછી ઘરે આવીને છાનોમાનો સુઈ જાય; તોય તેને માંહ્યલાને પહોંચેલી ખલેલ મનને વીક્ષુબ્ધ કરે છે અને વીક્ષુબ્ધ મન શરીર પર સીધી અસર પહોંચાડે છે. ઉંડાણથી વીચાર કરીએ તો જરુર સમજાય કે રોગથી બચવામાં મનુષ્યની સહજ પ્રામાણીકતાનો ફાળો નાનોસુનો
જાય તો અમેરીકામાં રહેવામાં કોઈ વાંધો નથી; પરન્તુ સંતાનો સો ટકા વીનયી નહોય તો જોખમ ખેડવા જેવું નથી. અમેરીકાનાં પાણીમાં જ કંઈક એવું છે કે ડૉલર આગળ બધું જ ગૌણ બની જાય છે. માતાપીતા ઉપયોગી હોય ત્યાં સુધી ગમે છે; પણ પછી બોજારુપ લાગવા માંડે છે. અમેરીકામાં રહીને આંદામાનની સજા ભોગવતાં હજારો માતાપીતાને જ ખબર હોય છે કે રામકથામાં જવું એટલે શું. એમાં વળી બે જણાંમાંથી એક વીદાય લે ત્યારે જે પાછળ રહી જાય તેની કારમી એકલતાની કલ્પના જ થથરાવનારી છે. માબાપને વહાલથી જાળવનારાં