તેઓ નીયમીતપણે બ્લડ-ટેસ્ટ કરાવે છે. તેઓ ચા કે કૉફીના કપમાં માંડ અડધી ચમચી ખાંડ નાખે છે. જેઓ આરોગ્યની જાળવણી માટે જાગી ચુક્યા છે તેવા લોકોનાં જીવનમાં ઘડપણનાં અણગમતાં પગલાં થોડાં મોડાં થતાં હોય છે. એમની સ્ફુરર્તીને ઉમરનો અભીશાપ નડતો નથી. આ જાગૃત લોકોની સંખ્યા ધીમી; પણ ચોક્ક્સ ગતીએ વધી રહી છે. વીમા કંપનીઓના આ વહાલા ગ્રાહકો મેડીકલ સ્ટોર પર ભાગ્યે જ જાય છે. પૈસા અને કૅલરી યોગ્ય રીતે ખર્ચી જાણે એવા નાગરીકોની સંખ્યા વધતી રહે તે ઈચ્છનીય છે. આળસુ કોને કહેવો? જે મનુષ્ય શરીરમાં પધરાવેલી કૅલરી ખર્ચવામાં કંજુસાઈ કરે તે આળસુ કહેવાય. રોગની સાવકી માતાનું નામ આળસનૌરી છે. દેશમાં કરોડો ગરીબોને આળસ મરડવાનો વૈભવ મળ્યો નથી. તેઓને કદી ડાયાબીટીઝ થતો નથી. એ તો સુખી-સમ્પન્ન લોકોનો લાડકો રોગ છે.

આપણા શરીર સાથેનો આપણો પરીચય ઉમર સાથે વધતો રહેવો જોઈએ. આયુર્વેદના વૈદ્ય એને માટે “પ્રકૃતી'


113 of 147

ખુંચે છે. વડીલ મૃત્યુ પામે ત્યારે થોડીક મોકળાશ થઈ એવો ભાવ સમજુ સંતાનોને પણ થાય છે. મૃત્યુની પ્રતીક્ષા કરતી વૃદ્ધ વ્યક્તીને ખબર પડી જાય છે કે પોતાના જવાથી સંતાનો રાહતનો અનુભવ કરવાનાં છે. જીવનભર જેમને માટે ઘસારો વેઠ્યો હોય તેવા લોકો પોતાના મૃત્યુની ખાનગી પ્રતીક્ષા કરે છે એવો ખ્યાલ જ મૃત્યુને ઉદ્વેગથી ભરી દેનારો છે. આવા વૃદ્ધ હોવું અને મુમ્બઈમાં હોવું, એ અભીશાપ છે.

કેટલાંય માતાપીતા એવાં છે, જેમનાં સંતાનો અમેરીકામાં સેટલ થઈ ગયાં છે. માતાપીતા વચ્ચે વચ્ચે અમેરીકાનો આંટો મારી આવે છે. ગમી


113 of 244