અશુદ્ધ પાણી અને અપુરતા આહારને કારણે બગડે છે. બુદ્ધીજીવીની તબીયત બેઠાડુ દીનચર્યા અને અતી-આહારને કારણે બગડે છે. શ્રમજીવી અને બુદ્ધીજીવી ઉપરાંત એક ત્રીજો વર્ગ પણ વીસ્તરતો જાય છે. એ છે, ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ. ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ ખુબ ખાય છે, ખુબ પીએ છે અને ખુબ ખર્ચે છે. આ ત્રણે વર્ગના લોકોમાં સંતાયેલો એક નાનો વર્ગ એવા લોકોનો છે, જેઓ આરોગ્યમય જીવન માટે શું કરવું તેની સમજણ ધરાવે છે. આ વર્ગના લોકો મરે ત્યાં સુધી પ્રમાણમાં સારી રીતે જીવવા માટે મથનારા છે. તેઓ માંદગીના ખાટલાથી ડરનારા છે. આવા લોકો હવે ખાસા જાગી ગયા છે. તેઓ ખાય છે; પણ ખાતી વખતે કૅલરીનું અને બ્લડ-સ્યુગર-લેવલનું ધ્યાન રાખે છે. તેઓ વજનકાંટાનો આદર કરે છે. તેઓ ઝડપભેર ચાલવા માટે સવારે નીકળી પડે છે. તેઓ વ્યસનથી દુર રહેવા ઉત્સુક છે. તેઓ સાધુ નથી; તોયે સંયમ જાળવવાની કળાનું મહત્ત્વ સમજે છે.
કકડીને લાગે છે. પગમીત્રની મદદ ન હોય તો પથારી ભારે અળખામણી બની જાય છે.
પ્રત્યેક નગરમાં દરમહીને કોઈ બાગમાં વીધુરો અને વીધવાઓનું “મંગળમીલન' ગોઠવાવું જોઈએ. આવા મીલન સમારંભને કારણે યોજાઈ જતી મૈત્રીને પવીત્ર બાબત ગણીને સમાજે આવકારવી જોઈએ. સમાજમાં તંદુરસ્તી જળવાઈ રહે તેવા પગલાં નથી લેવાતાં. ક્યાંક મફત ભોજન મળે છે. ક્યાંક મફત સારવાર મળે છે. ક્યાંક મોતીયાનું ઓપરેશન મફત થાય છે. ક્યાંય મૈત્રીનું અભીવાદન નથી. મુમ્બઈમાં ફ્લેટ નાનો પડે ત્યારે વૃદ્ધો જગ્યા રોકે તે બાબાત