પ્રચલીત છે. સમુદ્રમાં ક્યાંક કાચબો તરતો હોય છે, જે દસ હજાર વર્ષમાં એક વાર પોતાનું ડોકું પાણીની સપાટીની બહાર કાઢે છે. સમુદ્રમાં ક્યાંક લાકડાનું એક ચકરડું તરતું હોય છે. કાચબો જ્યારે ડોકું બહાર કાઢે ત્યારે એ ચકરડું એની ડોકમાં પરોવાઈ જાય તે ઘટના જેટલી દુર્લભ છે, તેટલી જ દુર્લભ ઘટના મનુષ્યજીવન પ્રાપ્ત થાય તે ગણાય. જીવન એટલું તો મુલ્યવાન છે કે એની આગળ બીજી બધી બાબતો ગૌણ બની જાય છે. મૃત્યુ જેટલી નીશ્વીત ઘટના બીજી કોઈ નથી. સાધુચરીત શ્રીકાંત આપ્ટેજીએ એક પત્રમાં લખેલું : “મરો ત્યાં સુધી જીવો.' આ વાક્યમાં સાજા, તાજા અને રળીયામણા જીવનનો મર્મ સમાયો છે. આપણે ખરા અર્થમાં “જીવીએ' છીએ ખરા? “જીવી ખાવું' અને “જીવી જવું' એ બે બાબતો વચ્ચેનો તફાવત સુક્ષ્મ છે. સુન્દર રીતે જીવવું એ પ્રત્યેક મનુષ્યનો વીશેષાધીકાર છે.

જેઓ શ્રમજીવી નથી એવા સૌએ તબીયતની જાળવણી માટે મથવું પડે છે. શ્રમજીવીની તબીયત


111 of 147

એવા ઘરે પહોંચી જવાની જ્યાં મીઠો આવકારો હોય અને ગરમ ગરમ ચાનો કપ હોય. વૃદ્ધ વ્યક્તીને બીજું શું જોઈએ? ક્યારેક પગ ન પહોંચે એટલા લાંબા અંતરે ઓટોરીક્સા પહોંચે છે. સીનીયર સીટીઝનને રેલવેમાં, વીમાનમાં અને બસમાં કન્સેશન મળે છે. ખરી જરુરત રીક્સાભાડામાં રાહત મળે તે છે. પગ ઘરની બહાર નીકળવાની છુટ આપે છે અને રીક્સા પગના માલીકને મનગમતા ઘરના ડોરબેલ સુધી લઈ જાય છે. કોઈ ખાસ કામ ન હોય તોય જેને ત્યાં જવાનું મન થઈ જાય તેનું જ નામ સ્વજન. પ્રત્યેક વૃદ્ધ કે વૃદ્ધાને સ્નેહની ભુખ


111 of 244