સ્કુટરનો ફાળો અનન્ય છે. નોકરીએથી ઘરે આવેલી ગૃહીણી પતી સાથે બહાર ઉપડી જાય છે અને રસ્તા પર ક્યાંક સ્કુટર ટેકવી દઈને ખાવાનું પતાવી દે છે. વાનગીના સ્વાદમાં મુક્ત વીહારનો સ્વાદ પણ ભળે છે. ક્યાંક મોટરબાઈકને લારી સામે ખડી કરી દઈને બે સીટ પર બેઠેલાં બે યુવાન હૈયાં જોવા મળે ત્યારે મનોમન કળીયુગની પ્રશંસા થઈ જાય છે. ધીરેધીરે ગુજરાતની ગૃહીણી પતીની કહ્યાગરી મટીને પાર્ટનર બનતી જાય છે. સ્વચ્છતા અને સુઘડતામાં વૈષ્ણવ સ્ત્રીને કોઈ ન પહોંચે. મહેમાનગતીમાં પટલાણીને કોઈ ન પહોંચે. શુદ્ધઉચ્ચારની બાબતે નાગર સન્નારીને કોઈ ન પહોંચે. નીર્મળ સ્મીત વહેતું મુકવામાં આદીવાસી સ્ત્રીને કોઈ ન પહોંચે. ગુજરાતી ગૃહીણી પૈસા કમાઈ જાણે, પૈસા ખરચી જાણે અને વળી પૈસા બચાવી પણ જાણે ! એ જ ગૃહીણી અન્ય માટે ઘસાઈ છુટવામાં પણ પાછી પાની ન કરે. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પોતાના મીત્રપરીવારને ભાવતી વાનગીઓ પીરસતી વખતે અજાણ્યા પ્રવાસીને
ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.
પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.
કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ.ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની