નામ શું રાખીશું? મને ધૃતરાષ્ટ્રપુત્ર “યુયુત્સુ' નામ જડ્યું છે. યુયુત્સુ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને દુર્યોધનની સેના સામે લડ્યો હતો. 'યુયુત્સુ' ધૃતરાષ્ટ્રની વૈશ્ય દાસીથી પેદા થયેલો સુપુત્ર હતો.

દવાપ્રેમ નથી; પરંતુ દવા પ્રત્યેનો મારો ઉપકારભાવ ભુલી શકાય તેમ નથી. જે દવા જીવનદાયીની અને મૃત્યુમર્દીની હોય તેની નીંદા કરવામાં મને તમોગુણી દંભની દુર્ગંધ આવે છે. આ વાત કાંતીભાઈને શી રીતે સમજાવવી? બધા દેશોની સેંકડો પ્રયોગશાળામાં ચાલતી વીજ્ઞાનીઓની સાધના માનવ-કલ્યાણ માટે છે. એનું મુલ્ય ઓછું ન આંકી શકાય. મને પણ ફળાહાર, અન્નાહાર, શાકાહાર ખુબ ખુબ ગમે છે. સાત્ત્વીક ભોજન લઈને જ મેં જીવન વીતાવ્યું છે. જીવનમાં ક્યારેય જરુર કરતાં વધારે એવો એક કોળીયો પણ પેટમાં પધરાવ્યો નથી. રોજ એક કલાક ખુલ્લી હવામાં ચાલવાની ટેવની ગોલ્ડન જ્યુબીલી ઉજવી શકાય તેમ છે. આમ છતાં ૬૬ વર્ષની ઉંમરે 'દુર્યોધન' (ડાયાબીટીઝ) જીવનમાં


108 of 147

જરુર હોય ત્યારે જ એનો દુકાળ સર્જાય ત્યારે કોઈ વૃદ્ધ આદમીનું અંતર વલોવાઈ જાય છે. નીવૃત્ત થતાં પહેલાં કર્મચારી સમક્ષ બે વીકલ્પો ધરવામાં આવે છે : પ્રોવીડન્ટ ફંડ કે પૅન્શન. ડાહ્યા માણસે પૅન્શનનો વીકલ્પ પસંદ કરવો સારો. દર મહીને મળતું પૅન્શન કડકડતી ટાઢમાં પણ હુંફ આપનારું સ્વજન બની રહે છે. દર મહીને એક વાર મળતી રકમ ખખડી ગયેલા વૃદ્ધના કાનમાં હળવેકથી કહી જાય છે : “તું હજી જીવતો છે.' ઘડપણના મીત્રોને ઓળખી રાખવા જોઈએ. પહેલે નંબરે આવે ટેલીફોન. પથારીવશ વ્યક્તી ટેલીફોન


108 of 244