ક્ષમા કરજો. જે તમને પચે તે અમને ન પચે. અમારા મૃત્યુથી આ દુનીયામાં કોઇ જ ખોટ પડે તેમ નથી; તોય અમે જીવવા ઝંખીએ છે. અમે મહાત્મા નથી.' દવા જીવનવર્ધીની છે તેથી એની સાઈડ-ઈફેક્ટની વાતો કરી કરીને એના પર માછલાં ન ધોશો. પેઈન-કીલરની ગોળી જરુર પડે અવશ્ય લેવી, પરંતુ ઝટપટ ઝટપટ ને હોંશે હોંશે ન લેવી. જેણે પેઈન-કીલરની શોધ કરી એ સંશોધકને લાખ ધન્યવાદ આપજો. એન્ટી-બાયોટીક્સની ગોળીની નીંદા કરવાની ઉતાવળ કરશો નહીં. એના આશીર્વાદ એવા, કે થોડી નબળાઈ આપતી જાય; પણ મુખ્ય પીડા કે દર્દ દુર કરતી જાય.
એન્ટી-બાયોટીક્સનું મેં નામ પાડયું છે: “ત્રીજટા.' લંકાની અશોકવાટીકામાં દુખી સીતાને ત્રીજટા નામની રાક્ષસીએ છુપી મદદ પહોંચાડીને સીતાને માનસીક રાહત આપી હતી. (આજે પણ કાર્તીકી પુનમને દીવસે કેટલાંક મંદીરોમાં ત્રીજટાની પુજા થાય છે. “ઈન્ડીયા ટુ ડે', ૨૪-૦૧-૨૦૦૧, પાન ૬૮). મને છેલ્લાં
એમાં મદદે આવે છે. જેઓ આપણી ઉપેક્ષા કરે તેમની ઉપેક્ષા કરવાની હઠ પાછલી ઉમ્મરની મુડી છે. મજબુરી શરીરની હોઈ શકે; મનની નહીં. લાગણીવેડા ત્યજીને સાચા પ્રેમનો મહીમા કરવાની વૃત્તી કેળવાય તો સાઠ વર્ષ પછીનું જીવન પરમ આનન્દમય બની શકે છે. આર્થીક બચત ન કરી હોય તો એ ગુનાની સજા તો ભોગવ્યે જ છુટકો. જાયે તો જાયે કહાં ?
ઘણા માણસો મરતાં પહેલાં મરી જતા હોય છે. તેઓ લાગણીવેડાને કારણે અલગારી મસ્તીના માલીક બનતા નથી. પોતાનાં દુઃખનાં રોદણાં ગાવામાં તેઓ સુખને હડસેલો મારતા