થયું છે. માઈક્રો તપાસની વણઝાર પછી કીમો થેરપી શરુ થઈ ગઈ અને એવું તારણ નીકળ્યું કે ટ્રીટમેન્ટ ઉપકારક બનીને મીત્રને હજી જીવન્ત રાખવાની છે. એ ટ્રીટમેંટ એટલે દવાઓ, દવાઓ અને વધારે દવાઓ. દવાઓ ખર્ચાળ જ હોય છે. ટ્રીટમેંટ ન મળે તો મૃત્યુ ઢુંકડું ! બોલો કરવું શું? તમે કદાચ જોયું હશે કે ડૉક્ટરે જાહેર કરેલો મરણાસન્ન દરદી, ભક્તીમાર્ગી બની જાય છે અને જીવતેજીવત પ્રભુની લગોલગ રહેતો થઈ જાય છે. મને દવામય જીવન જીવવાની હવે ટેવ પડી ગઈ છે. સવારે નાસ્તા સાથે ત્રણ ગોળી, બપોરે ભોજન સાથે બીજી ત્રણ ગોળી અને રાતે ભોજન પછી બીજી બે ગોળી જીવનમાં ક્યારેય આવો “ગોળીબાર' નહીં વેઠેલો. તેથી ગાંધીજી વારંવાર યાદ આવે. કેમ? તે કે બાપુ આવા ગોળીબાર માટે કદી સમ્મતી ન આપે. બાપુ કહેવાના : “રામનામથી રોગ સારો થાય છે.' બોલો શું કરવું? કવીતા રચીને છુટી જવું અને આદરપુર્વક બાપુને કહેવું: 'બાપુ


105 of 147

આવી જાય છે. આવું બને ત્યારે સ્વજનોને લાગે છે કે “સાઠે બુદ્ધી નાઠી.' એમનો પણ વાંક નથી.

જેઓ જાગ્રત છે, તેઓ ગમે તેટલી મોટી ઉમ્મરે પણ આવી મશ્કરીથી બચી શકે છે. પાછલી ઉમ્મરે માણસ કોમળતા, ત્રકજુતા, માધુર્ય અને મમત્વ ઝંખે છે. યુવાન વયે પણ એની ઝંખના તો એવી જ હોય છે; પરન્તુ ઝંખના અધુરી રહે તોય એ ટકી રહે છે. પાછલી ઉમ્મરે એ ટકી રહેવાને બદલે ભાંગી પડે છે. જેઓ પોતાની દુનીયા રચીને મસ્તીથી જીવે તેમને ભાંગી પડવાની નોબત આવતી નથી. એકાંત, મૌન અને અલગારી જીવનશૈલી


105 of 244