પોતાના પ્રીય ટાંટીયાને તકલીફ આપવા તૈયાર ન હતો. ડાયાબીટીઝ એને એક અનોખું જીવનદર્શન પુરું પાડે છે: “ટાંટીયા તો ચાલતા ને દોડતા જ સારા.' આવા નુતનદર્શનને કારણે ક્યારેક ડાયાબીટીઝનો દરદી જીવન અંગેની સભાનતાને કારણે અને મૃત્યુના ડરને કારણે; લાંબું જીવી જાય છે. શું આ જેવીતેવી વાત છે? આજકાલ હું પ્રીય મીત્ર કાન્તી ભટ્ટનું સ્મરણ કેમ વધારે કરું છું? એમણે એલોપથીની દવાઓ સાથે જોડાયેલાં માર્કેટનાં અને મેડીકલ વ્યવસાય સાથે જોડાયેલા ભ્રષ્ટાચારને અસંખ્ય વખત ખુલ્લો પાડીને મોટી સેવા કરી છે. મને પણ એલોપથી પ્રત્યે કોઈ પ્રેમ નથી; પરંતુ કરોડો લોકોનો એ અનુભવ છે કે એલોપથી વારંવાર યમરાજને પાછા વાળનારી સંજીવની પણ છે. હું પોતે આજે જીવું છું તે કેવળ અને કેવળ એલોપથીના આશીર્વાદને કારણે જ જીવું છું.

આવી માતૃસ્વરુપા એલોપથીની નીંદા કરવા માટે કેટલા ટન દંભની જરુર પડે? મારા પ્રીય મીત્ર ડો. પી. જી. પટેલને કેન્સર


104 of 147

લાગણીનું નીયમન, ઉત્સાહ તથા સન્નીષ્ઠાનું મહત્ત્વ છે. આ ઉપરાન્ત અન્દરથી ઉગતી અભીપ્રેરણા (Self-Motivation), સમભાવ અને સામાજીક કુશળતા પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. ડેનીયલે તો આ પુસ્તકમાં એક આખું પ્રકરણ 'The Emotional Brain' પર લખ્યું છે. પાછલી ઉમ્મરે માણસની લાગણી લુલી પડે તો લાગણીવેડા વધી પડે. કહેવતનું મુળ લાગણીવેડામાં રહેલું છે. વણજોઈતો ક્રોધ થઈ જાય છે. વણજોઈતી નીરાશાને કારણે આંસુ અમથાં વહેવા માંડે. વીયોગ અસહ્ય બને છે. વગર કારણે ઓછું


104 of 244