સુંદર અક્ષરે લખેલો શબ્દ છે: “મૃત્યુદ્ધાર.” તમને ડાયાબીટીઝ છે એવું જો ડૉક્ટર એક દીવસ કહી જ દે, તો તમે તમારો જ બધો વાંક છે એમ માનીને જાતને કોચવા ન માંડશો. ડાયાબીટીઝ ઘણુંખરું ઉપરથી ટપકી પડે છે. તમને લાંબા વારસામાં તે મળ્યો છે અને એમાં તમારો કોઈ જ વાંક નથી. ગળપણ ખાધું તેથી ડાયાબીટીઝ થયો, એવી માન્યતા છીછરી છે. ડાયાબીટીઝ દાખલ પડી ગયો તે તમને કદી પણ નહીં છોડે; નહીં છોડે અને નહીં જ છોડે એનો સ્વભાવ “વફાદાર પ્રીયજન' જેવો છે. દગો દઈને માલીકને મૃત્યુ પહેલાં છોડી દેવાનું એને મંજુર નથી. ડાયાબીટીઝ જાહેર થાય પછી એક સુન્દર ઘટના બને છે. ગાગરીયું પેટ ધરાવતો ખાઉધરો “લલ્લુ' ચાલવાનું શરુ કરે છે અને થોડાક ઠાલા ગૌરવ સાથે મહેમાન તરીકે કહે છે: “ચા લઈશ; પણ ખાંડ વીનાની.' ડાયાબીટીઝે એન્ટ્રી મારી તે પહેલાં એ લલ્લુ આળસુનો પીર હતો અને એક કીલોમીટર છેટે જવું હોય તોય


103 of 147

ટેકો નથી હોતો તે રોગને શરીર પણ ખદેડી મેલે છે. થોરો કહે છે કે માણસે ઈરાદાપુર્વક જીવવું જોઈએ. ઘણા માણસો મરવા વાંકે જીવતા હોય છે.

સાઠ વર્ષે માણસની બુદ્ધીકક્ષા (I.Q.) ઘટતી નથી; પરન્તુ એક વાત જરુર બને છે. એની ઈમોશનલ ઈન્ટલીજન્સ એની બુદ્ધી કરતાંયે વધારે ઝગારા મારતી થાય છે. ડેનીયલ ગોલમેનનું પુસ્તક “ઈમોશનલ ઈન્ટલીજન્સ' સૌએ વાંચવા જેવું છે. “ન્યુયૉર્ક ટાઈમ્સ'ની બેસ્ટસેલર યાદીમાં મહીનાઓ સુધી તે ટકી રહ્યું. ડેનીયલ કહે છે કે ઈમોશનલ ઈન્ટલીજન્સમાં “સ્વ' પ્રત્યેની સભાનતા,


103 of 244