મહાનુભાવ વચ્ચે ફરી સુમેળ થયો. પરીણામે મોરારજીભાઈએ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે તેનું ઉદ્ધાટન મહારાજ પાસે કરાવ્યું ! એ પદયાત્રામાં મ. જો. પટેલ અમારી સાથે હતા. એમનું પુસ્તક પ્રગટ થયું તે મને મોકલ્યું તેમાં પોતાના હસ્તાક્ષરમાં લખ્યું છે :
પ્રિય ગુણવંતભાઈ શાહ ને સપ્રેમ : પૂજ્ય દાદા ના સાન્નિધ્ય માં આપણે કરેલી પદયાત્રા ની મધુર યાદ માં..
મ. જો. પટેલ
દેશી તીથી પ્રમાણે મહાશીવરાત્રી પુજ્ય મહારાજની જન્મતીથી છે. પદયાત્રામાં એ દીવસે હું મહારાજને પગે લાગીને આશીર્વાદ માગતો; કારણ કે દેશી તીથી પ્રમાણે એ મારી પણ જન્મતીથી છે. આદરણીય મોરારીબાપુની જન્મતીથી પણ એ જ છે. જ્યારે પણ તમે “વૈષ્ણવજન' ભજન સાંભળો ત્યારે જરુર યાદ રાખશો : ગુજરાતમાં રવીશંકર મહારાજ થઈ ગયા અને તેઓ ખરા અર્થમાં “વૈષ્ણવજન' હતા.
એમના 'ગાંધીની લાકડી' પુસ્તક (પ્રકાશક : આર. આર. શેઠ, મુમ્બઈ (022-2201 3441)
હોય તે ખુબ જરુરી છે. આપણું સ્વ-રાજ્ય બીજાને હવાલે ન કરવું પડે તે માટે થોડી ખુમારી જાળવી રાખવી પડે. ઉમ્મર વધે તે સાથે બુદ્ધી ઘટે તોય સમજણ ન ઘટે, તેની કાળજી રાખવી પડે. વેદના ત્રષીને ઘડપણ જરાયે સતાવતું નથી. ઈશાવાસ્ય ઉપનીષદમાં પણ “કર્મ કરતાં રહીને સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની' વાત થઈ છે. લાંબું જીવવાની ઈચ્છા ન હોય એવા ઢીલા માણસને રોગ જલદી વળગતા હોય છે. કેટલાક રોગો એવા છે, જેઓ માણસની મરજી વગર શરીરમાં પ્રવેશતા નથી. તેઓ કદી પણ આમંત્રણ વગર