પણ એક ભુંડો પ્રકાર જ ગણાય. આજની ટી.વી.સીરીયલોમાં કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને કંપનીનો કારભાર કરનારી સ્ત્રીઓને કડવાચોથનું વ્રત કરતી બતાવવામાં આવે છે. સંયુક્ત પરીવારમાં જો સતત છળકપટ જ ચાલવાનું હોય તો કહેવું પડશે કે એના કરતાં તો વીભક્ત(ન્યુ ક્લીયર) કુટુમ્બ હોય એ સો દરજ્જે સારું !
ગરવી ગુજરાતણનું નવલું સ્વરુપ મનોહર છે. એક ગૃહીણી ઈન્ટરનેટ પર પરદેશની બહેનપણીને કોઈ વાનગીની રેસીપી મોકલી રહી હતી. અંગ્રેજી લખાણમાં પણ જીરું, અજમો, મરચું, કોપરું અને વઘાર જેવા શબ્દો જેમના તેમ રાખવામાં આવ્યા હતા. ભાષાને શું વળગે ભુર, જે રણમાં જીતે તે શુર ! પરદેશોમાં વસનારી ગુજરાતણોએ ત્યાં પણ આપણાં અથાણાં, પાપડ, મઠીયાં, ગાઠીયાં અને ચેવડાને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવન્ત રાખ્યાં છે. સુખી ગુજરાતણ હવે ઘરના બનાવેલા પાપડનો આગ્રહ રાખતી નથી. પરીણામે અનેક પરીવારોમાં સ્ત્રીઓને રોજી મળતી થઈ છે. સ્ત્રીમુક્તીમાં
પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું; પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે